તા. 16.09.2022નો स्मरामि भवनं सदा કાર્યક્રમ.....
ડો. કરણભાઈ દુલેરા ઉપસ્થિત રહ્યા. તેઓ પંચશીલ બી. એડ. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપે છે. 2001 માં તેમણે ભવનમાં અભ્યાસ કરેલો હતો. બે દાયકા જેટલો સમય વિતી ગયા પછી પણ વિદ્યાર્થીઓ ભવનને યાદ કરે એ નાનીસુની વાત નથી જ. શિક્ષક પ્રશિક્ષણનો લાંબો અનુભવ એમના વક્તવ્યમાં પ્રતિબિંબિત થયો. સૌ વિદ્યાર્થીઓ એમની વાતોથી ખૂબ જ પ્રેરિત થયા. વર્ષ 2016 માં એમ. એ. પૂર્ણ કરનાર ઝાલા યુવરાજસિંહ પણ આ કાર્યક્રમમાં જોડાયા. એમણે વાવેલું પારિજાતનું વૃક્ષ ફૂલોથી છવાઈ જાય એવડું મોટું થઈ ગયું છે. જ્યારે એ ઝાડને જોઈએ ત્યારે એમની યાદ એવી જાય. ભવનમાં એમણે દોરેલી રંગોળીઓ આજેય એવી ને એવી યાદ છે